Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વડોદરામાં ઓનલાઇન મિત્રતા કેળવી એક સંતાનની માતા સાથે અડપલાં કરનાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: રાજકોટના યુવક સાથે ફેસબૂક  પર થયેલી મિત્રતા એક સંતાનની માતાને ભારે  પડી  હતી.યુવકે બંેગલોરમાં જઇને પરિણીત પ્રેમિકાને ગોંધી રાખી હતી.પરિણીતાનો પરિવાર બેંગલોર જઇને તેને હેમખેમ  પરત લઇ આવ્યો હતો.

સૂત્રો  દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને ફેસબૂક પર રાજકોટના ઉમંગ દિપકભાઇ કંસારા સાથે થયો હતો.છેલ્લા એક વર્ષથી તેઓ એકબીજા સાથે સંપર્કમાં હતા.ઉમંગ, તેની માતા નિલમબેન તથા ભાઇ ભાર્ગવ કાર લઇને પરિણીતાની સોસાયટીના નાકા સુધી આવ્યા હતા.અને  પરિણીતાને લઇને તેઓ મુંબઇ અને ત્યારબાદ બેંગલોર ગયા હતા.ત્યાં તેઓએ પરિણીતાને એક રૃમમાં ગોંધી રાખી હતી.અને ત્યાં આરોપીએ પરિણીતા સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા.પરિણીતાને મોકો મળતા તેણે અન્યના મોબાઇલથી પોતાના  પરિવારજનોને લોેકેશન મોકલતા તેઓ પરિણીતાને જઇને વડોદરા લઇ  આવ્યા હતા.મકરપુરા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)