Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

દાહોદમાં ગેરકાયદે દબાણો પર તવાઈ :તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું : વેપારીઓમાં નારાજગી

દબાણ હટાવવાની કાર્યવાહીનો સાતમો તબક્કો: દાહોદ રોડ, દેસાઇ વાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

દાહોદમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.હાલમાં સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહીનો સાતમો તબક્કો ચાલી રહ્યો છે.જેમાં દાહોદ રોડ, દેસાઇ વાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો પર તવાઇ બોલાવાઇ રહી છે.મહત્વપૂર્ણ છે કે દાહોદમાં મનસ્વી રીતે દબાણો દૂર કરાતા હોવાની હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.

 બીજી તરફ દબાણ હટાવવાની કામગીરીથી વેપારીઓ નારાજ થયા છે. વેપારીઓએ આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરી તેમને બે મહિનાનો સમય આપવા માગ કરી હતી પણ તંત્રએ વેપારીઓને નોટિસ આપી તાત્કાલિક દબાણ તોડી પાડ્યાં છે. જેને લઇ વેપારીઓમાં નારાજગી વ્યાપી છે. ગઈ કાલે પણ પોલીસ બંદોસ્ત સાથે દાહોદમાં ડિમોલિશન કરાયુ હતુ.

 

(8:40 pm IST)