Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વાપીમાં દબાણ હટાવો કામગીરીમાં વિવાદ: કોર્પોરેટરની દુકાનનું દબાણ નહિ હટાવાતા સ્થાનિકોએ હોબાળો કર્યો

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભેદભાવ રખાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો

વલસાડ જિલ્લાના વાપીમાં ચાલતી દબાણ હટાવો કામગીરી વિવાદમાં આવી છે. વાપી પાલિકાએ રોડ પહોળો કરવા માટે ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. કેટલાક મકાન અને દુકાનોના નડતરરૂપ દબાણ હટાવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેટર ગંગાબેન હળપતિની દુકાન આગળનું દબાણ દૂર ન કરાતા સ્થાનિકોએ એકઠા થઈને હોબાળો મચાવ્યો છે. વાપી પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભેદભાવ રખાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

 

(9:02 pm IST)