Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

નિઘંટ ગામે જાનમાં આવેલા શખ્શની પાર્ક કરેલી બાઈક ચોરી થતા શોધખોળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામમાં લગ્નની જાન માં આવેલા એક શખ્સની બાઈક ચોરી થતાં ફરિયાદ નોંધાવી હતી

 મળતી વિગતો અનુસાર રવિકુમાર સંજયભાઇ વસાવા (રહે -થવા નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરુચ) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા ની હોન્ડા કંપનીની હોન્ડા સાઇન ટુ વ્હીલર મોટર સાઇકલ નં-GJ-16-CD- 3319 ની કી.રૂ.૪૦,૦૦૦ની નિઘટ ગામે જાનમાં આવેલા હતા અને નિઘંટ ગામે હનુમાન મંદિરની સામે પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ઘણી શોધખોળ બાદ પણ ક્યાંયે નહિ મળતા આખરે ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે .

 

(10:17 pm IST)