Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

અમદાવાદ સહિત આઠ મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના નેતાઓને સી.આર.પાટીલનું તેડું

ભાજપે તમામ લોકસભાની બેઠકો જીતવાના નિર્ધાર સાથે તૈયારીઓ પણ શરૂ કરી દીધી

અમદાવાદ : આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે બીજી તરફ ભાજપે તમામ લોકસભાની બેઠકો જીતવાના નિર્ધાર સાથે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આવતીકાલે બુધવારે અમદાવાદ સહિત તમામ આઠ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતાઓને ગાંધીનગર તેડાવ્યા છે

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આવતીકાલે તમામ લોકો સાથે બેઠક કરશે જેમાં પેન્ડિંગ કામોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા પેન્ડીંગ કામો પૂરા કરવાની સૂચના આપવામાં આવી છે તેવી ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બર માસમાં 6 મહાનગરપાલિકાઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય છે ત્યારે આ અઢી વર્ષ દરમિયાન કેટલા કામો કર્યા અને કેટલા કામો પેન્ડિંગ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

 

(12:03 am IST)