Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમદાવાદમાં કાપડ-સોના-ચાંદી માર્કેટનાં 60 લોકો કોરોનાની ઝપટે ચડ્યા : વેપારી આલમમાં ફફડાટ

AMC એ માણેકચોક સોના-ચાંદી માર્કેટમાં 200 ટેસ્ટ કર્યા :વેપારી, કારીગર અને મજૂરોના પણ ટેસ્ટ કરાવાયા

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જયારે અમદાવાદ શહેરમાં બજારો ફરી ધમધમતા થતા એએમસી દ્વારા તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટમાં કુલ 60 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતા વેપારી આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ હાલ ઓછા જોવા મળી રહ્યા છે. અનલોક 2માં ઘણા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ફરી એકવાર રાબેતા મુજબ ચાલુ કર્યા છે. ત્યારે સાવચેતીના ભાગરુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ વેપારીઓનું ટેસ્ટિગ હાથ ધર્યું હતું, જેમાં શહેરના કોટ વિસ્તારમાં કાલુપુર-રાયપુર, ન્યુ કલોથ માર્કેટ, સફલ-1, સફલ-3, પારેખ ટાવર, કાંકરિયા રોડ, ઘંટા કર્ણ માર્કેટ, B.B.C. માર્કેટ (પાંચ કુવા), સૂગ્નોમલ માર્કેટ (પાંચ કુવા),ચોક્સી મહાજન માર્કેટ(માણેક ચોક) આ તમામ માર્કેટ મળીને 10 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં 60 કેસ પોઝિટિવ આવ્યા છે.

 

કોરોના વાયરસની મહામારીની અસર તમામ ધંધા અને રોજગાર પર હાલ જોવા મળી રહી છે. આ મહામારીના કારણે લોકોના તમામ ધંધાઓ હાલ ઠપ્પ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર માણેકચોક ધમધમી ઉઠતા વેપારીઓમાં હાલ હાશકારો જોવા મળી રહ્યો છે. જો કે, શહેરમાં ફરી એકવાર કોરોનાનું સક્રમણ વધી નહિં તેની સાવચેતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વેપારીઓનું હેલ્થ ચેકઅપ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકઅપમાં કુલ 60 વેપારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

નોવેલ કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા ધી એપીડેમિક એક્ટ 1987 હેઠળ નોટીફાઇડ કરાયેલી હોસ્પિટલો પૈકીની ચાર હોસ્પિટલોને ડીનોટીફાય કરાઇ હોવાની જાહેરાત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને જાહેરાત કરી છે. જેમાં બોડીલાઇન હોસ્પિટલ, પાલડી 2) સેવિયર એનેક્સ હોસ્પિટલ, આશ્રમ રોડ 3) તપન હોસ્પિટલ, સેટેલાઇટ તથા 4) તપન હોસ્પિટલ, રખિયાલ બાપુનગરનો સમાવેશ થાય છે.

(10:12 pm IST)