Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

દેશમાં પ્રથમ ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોની ભરતી ઓનલાઇન

મંત્રી ગણપત વસાવા અને વિભાવરીબેન દ્વારા વેબ પોર્ટલ લોન્ચ

મહિલા બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી ગણપત વસાવા અને રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ આંગણવાડીઓમાં ભરતી માટેનું પોર્ટલ પ્રસ્તુત કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૨૩: મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુંક ઓનલાઇન વેબ પોર્ટલ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા તથા મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા કરવા માટેનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. ભારતભરમાં ગુજરાત આવી માનદ સેવા ધારકો આંગણવાડી કાર્યકર, તેડાગરની ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ભરતી કરનાર એકમાત્ર અને પ્રથમ રાજય બની રહેશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના રાજયના ચાર સ્તંભોમાંનો એક એવા પારદર્શીતા મુજબ ધ્યાને રાખી આંગણવાડી કાર્યકર, તેડાગરની નિમણુંક હવેથીઓનલાઇન કરાશે.

આ નિમણુંકની પ્રક્રિયામાં એપ્લાય ઓનલાઇ થવાનું દસ્તાવેજ જરૂરી આધાર પુરાવાઓ ઓનલાઇન સબમીટ કરવાના રહેશે. નિમણુંક પણ ઓનલાઇન અપાશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન પારદર્શી રીતે હાથ ધરાશે.

દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત VCA વિલેજ કોમ્પ્યુટર,ઙ્ગ વ્યકિત બહેનોને ઓનલાઇન અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા કરાવી આપશે. અરજી કરાશે અને દસ્તાવેજો પણ અપલોડ કરી આપશે.નિયમાનુસારની તપાસ કાર્યવાહી કરી મેરીટ લીસ્ટ બનાવશે આ મેરીટ લીસ્ટ મુજબ જે ઉમેદવારને પસંદગી થવા પાત્ર હોય તેને તેમના ઓરીજનલઙ્ગ દસ્તાવેજોની ચકાસણી કરાવાશે અને ત્યારબાદ નિમણુંક પત્ર અપાશે. આ નિમણુંક પત્ર પણ ઓનલાઇન જનરેટ થશે અને તે બહેનો સુધી પહોંચશે.ઙ્ગ

આ પ્રક્રિયામાં અપીલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અપીલ પણ ઓનલાઇન કરાશે નિમણુંક પત્ર આપતાં પહેલાં ૧૦ દિવસનો સમય કોઇ અરજદાર બહેન ને તેને અન્યાય થયાનું કે કોઇ બાબત ચુકાઇ ગયાનું ધ્યાન પર આવશે તો તે અપીલ સમિતી સમક્ષ ઓનલાઇન અપીલ કરી શકશે અને ૧૦ દિવસમાં આ સમિતિ તે ફરીયાદી બહેનને અપીલનો જવાબ પણ ઓનલાઇન જ આપી દેવાશે.ઙ્ગ

કોઇ બહેનને ઇન્ટરવ્યુંમાં કે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેશે નહી. રાજય લેવલથી વર્ષમાં ત્રણથી ચાર વાર આ ભરતી પ્રક્રિયા કરાશે અને તેમાં આવનાર છ માસમાં સંભવીત ખાલી પડનાર જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.ઙ્ગ અત્યાર સુધી ચાલતી ઓફ લાઇન પ્રક્રિયામાં ખાલી પડેલી જગ્યા પછી આ લાંબી પ્રક્રિયા દરમ્યાન લાંબા સમય સુધી આ જગ્યાઓ ખાલી રહેતી હતી જેથી મહિલા અને બાળ વિકાસની લાભો સેવાઓ લોકો સુધી પહોંચાડી શકવામાં પણ તકલીફ પડતી હતી આ બધી બાબતોનો આ ઓનલાઇન ભરતી પ્રક્રિયાથી અંત આવશે અને પારદર્શક રીતે ભરતી થશે, યોગ્ય મેરીટ આધારીત પસંદગી થશે. જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહેવાની શકયતાઓ નહીવત બનશે.

(11:39 am IST)