Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવનિયુકત ચેરમેન-વાઇસ ચેરમેનને શુભેચ્છા અર્પતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા. ર૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સાબર ડેરીના અધ્યક્ષ શ્રી શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંદ્યના અધ્યક્ષ શ્રી વાલમજી હુંબલની વાઇસ ચેરમેન તરીકે વરણી અંગે તેમને અભિનંદન આપ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેડરેશનના આ બે નવા નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને તેને સંલગ્ન દૂધ સંઘો-ડેરીઓ શ્વેતક્રાંતિમાં ગુજરાતને વધુ અગ્રેસરતા પ્રાપ્ત કરાવે તેવી શુભકામનાઓ પણ આપી છે.

(4:34 pm IST)