Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પવિત્ર શ્રાવણ મહિનામાં ડભોઇ કરનાળી સ્‍થિત શ્રી કુબેર ભંડારી મંદિર ભાવિકો માટે ખુલ્લુ મુકાયુ

વડોદરા: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડભોઇ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર આજથી ફરી શરૂ થયું છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકારે મંદિર બંધ કરાવ્યું હતું. ત્યારે આજથી ભક્તો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. મંદિરના રજની મહારાજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભક્તોને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, કરણી સેનાની ચીમકી બાદ તંત્રએ મંદિર ખોલવાની આપી મંજૂરી આપી છે. મંદિર બંધ કરાવતા કરણી સેનાએ આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

વડોદરામાં તબીબો હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. વડોદરામાં આજે બે તબીબોનું કોરોનાથી મોત નિપજ્યું છે. સયાજી હોસ્પિટલના તબીબ એલ એન ચૌહાણનું કોરોનાથી દુઃખદ મોત થયું છે. તેઓ સયાજી હોસ્પિટલમાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અગાઉ ગોત્રી હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ રહી ચૂક્યા છે.

તો વડોદરામાં લાઇફ લાઇન હોસ્પિટલના એમડી ડો. વિશાલ ગુપ્તાનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. દર્દીઓની સારવાર દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમનુ આજે મોત થતા તબીબી આલમમાં સન્નાટો છવાયો છે. લોકોએ તબીબને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.

(5:22 pm IST)