Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનનું એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજોએ 1.01 લાખની મતા ઉપાડી લેતા ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાનનો એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજોએ ટુકડે-ટુકડે રૂા. 1.01 લાખની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાય છે.

પાંડેસરા કૈલાસ ચોકડી નજીક ઇશ્વરનગરમાં રહેતા અને સ્થાનિક વિસ્તારની ડાઇંગ મીલમાં નોકરી કરતા કમલેશ ગોળાભાઇ વર્માનું બેંક ખાતું પાંડેસરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે. ગત તા. 28 જાન્યુઆરીના રોજ કમલેશે રૂા. 5 હજાર એટીએમથી ઉપાડયા હતા. પરંતુ ત્યાર બાદ તેણે પૈસા ઉપાડયા હતા. પરંતુ અચાનક જે તેના બેંક ખાતામાંથી રૂા. 1.01 લાખ ઉપડી ગયા હતા

(6:42 pm IST)