Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં દૂર થશે

AMCએ કચરાના ડુંગરને દૂર કરવા કમર કસી : આ વિસ્તાર વ્યવસાયિક શક્યતા ધરવતો હોવાનું અનુમાન

અમદાવાદ, તા. ૨૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી હદમાં બોપલનો સમાવેશ થયા બાદ છસ્ઝ્રએ બોપલ ય્ઈમ્ સ્ટેશનની નજકી આવેલ કચરાના ડુંગરને વર્ષના અંત સુધીમાં દૂર કરવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે વિસ્તાર વ્યવાસાયિક શક્યાતાઓ ધરાવે છે. એકરનો પ્લોટ રૂ. ૧૦૦થી રૂ. ૧૫૦ કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશનને અપાવી શકે છે. કેમ કે અહીં નજીકમાં ઈસરોનું ગેસ્ટ હાઉસ, અનેક રેસિડેન્શિયલ કોલોની અને સ્કૂલ આવેલી છે.

કારણે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે જગ્યાએ રહેલા ત્રણ લાખ ટન કચરાને દૂર કરીને પ્લોટને કચરા મુક્ત કરવામાં આવશે. માટે કોર્પોરેશન બાયો માઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત તમામ કચરાનો નિકાલ કરશે. આગામી ૧૫ દિવસમાં જગ્યાને સમતળ કરી દેવામાં આવશે જેથી પ્રોજેક્ટ શરૂ કરી શકાય અને જલદીથી કચરાના ઢગલાને દૂર કરી શકાય. કચરાનો ડુંગર દૂર થતા વિસ્તારમાં જમીનના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યાએ ટ્રોમેલ મશીનનો ઉપયોગ કરવાની વિચારણા કરી રહી છે. જેથી આગામી વર્ષના પ્રારંભ સુધીમાં બોપલમાં આવેલ કચરાનો ડુંગર સંપૂર્ણપણે નિકાલ કરી શકાશે.

મહત્વનું છે કે ડમ્પિંગ યાર્ડમાં આજુબાજુના વિસ્તારમાંથી સતત કચરો ઠલવાતો હોવાથી કચરાનો ડુંગર ફૂટ જેટલો ઊંચો બની ગયો હતો.

જોકે થોડા મહિના પહેલા અહીં કચરાનું રિસાયકલિંગ અને નિકલા કરવા માટે એક ટ્રોમેલ મશિન મુકવામાં આવ્યું હતું જેની મદદથી ડુંગરને ફૂટથી ફૂટ સુધી લાવવામાં સફળતા મળી છે.

(10:05 pm IST)