Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બલસારા ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ભીષ્મ પિતામહ કે.આર દેસાઈને પાંચમી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલી અપાઈ

વલસાડ જિલ્લાના ક્રિકેટરો અહીં પ્રેક્ટિસ કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદ થયા છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :બલસારા ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ભીષ્મ  પિતામહ અને સંસ્થાપક સ્વ કાંતિ કાકા(કે.આર.દેસાઈ)ની પાંચમી પુણ્યતિથિએ ગુરુવારે બી.ડી.સી.એ પરિવાર,સભ્યો અને ઓફીસ સ્ટાફ દ્વારા ભાવભીની શ્રધાંજલિ આપવામાં આવી હતી,અને તેમની પ્રતિમાને ફુલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા

 .વલસાડ જિલ્લાના પ્રતિભાશાળી ક્રિકેટરોને સ્થાનિક કક્ષાએ પ્રેક્ટિસ માટે સ્વ કાંતિકાકા અને તેમની ટીમે ભારે ઝહેમત ઉઠાવી જી.સી.એ.ના સહયોગથી સરદાર પટેલ સ્ટેડીયમનું નિર્માણ કર્યું હતું.અને આજે વલસાડ જિલ્લાના ક્રિકેટરો અહીં પ્રેક્ટિસ કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માં પસંદ થયા છે.તો સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાય ચુકી છે.આમ કાંતિ કાકાની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે વલસાડ આજે ક્રિકેટની દુનિયામાં આંતર રાષ્ટ્રીય કક્ષાએ છવાયું છે.સ્વ કાકાના સ્વપ્નોને વર્તમાન પદાધિકારીઓ ટીમ વર્કના સથવારે બખૂબી આગળ વધારી રહ્યા છે.

(10:45 pm IST)