Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે મકાનની જર્જરિત દીવાલ ધરાશાયી થતા 6 વર્ષીય બાળકનું દબાઈ જતા મૃત્યુ

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે આજે સવારના સુમારે એક મકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતા વર્ષીય બાળક દિવાલના કાટમાળ નીચે દબાઈ જવા પામ્યો હતો. જો કે દિવાલના કાટમાળ નીચે દબાયેલ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર મળે તે પૂર્વે કરૃણ મોત નીપજતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

વધુમાં મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના દહેમી ગામે ઈન્દીરા નગરી ખાતે આવેલ એક મકાનની જર્જરીત દિવાલ આજે સવારના સુમારે અચાનક ધરાશાયી થઈ હતી. દરમ્યાન એક વર્ષીય બાળક દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. જો કે સ્થાનિકોએ બુમરાણ મચાવતા ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને દિવાલનો કાટમાળ ખસેડી બાળકને બહાર કાઢ્યો હતો

(5:04 pm IST)