Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પ૦૦ કરોડની સહાય ન અપાતા રાધનપુર ના. કલેકટર કચેરીમાં પશુઓ ઘુસાડયાઃ ટાયરો સળગાવ્‍યા

સાધુ-સંતો અને પશુપાલકો દ્વારા સરકારને અલ્‍ટીમેટમઃ પોલીસ ટીમના ખડકલા

રાજકોટ,તા.૨૩ : બનાસકાંઠા જિલ્લામાં ૫૦૦ કરોડની સહાય ફાળવવામાં ન આવતા ભારે આક્રોશ ફેલાયો છે અને રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે ગૌમાતા સહિત પશુઓનો ખડકલો કરી દેવામાં આવ્‍યો છે અને સાધુ-સંતો તથા ગૌપ્રેમીઓ અને પશુપાલકો દ્વારા સરકારને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યુ છે.
રાધનપુર નાયબ કલેકટર કચેરીના અંદરના પશુઓને ઘુસાડવામાં આવતા દોડધામ મચી ગઇ હતી અને પોલીસની ટીમો બોલાવવામાં આવી હતી. જ્‍યારે હાઇવે ઉપર ટાયરો સળગાવવામાં આવતા વાવ-સુઇ ગામ વચ્‍ચેનો હાઇવે બંધ કરવામાં આવ્‍યો છે.
પાંજરાપોળના સંચાલકોએ ધારાસભ્‍ય શશીકાંત પંડયા સમક્ષ રજુઆત કરી હતી અને તેમણે યોગ્‍ય કરવાની ખાતરી આપી હતી.  મુખ્‍યમંત્રી સમક્ષ કાલે રજુઆત કરવામાં આવનાર છે.

 

(4:09 pm IST)