Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

અમદાવાદના જમાલપુરમાં સગાઇ તુટી જતા બોલાચાલી થતા યુવતિના પિતાએ યુવકને છરીના ઘા મારતા સારવાર દરમિયાન મોત નિપજ્‍યુ

પોલીસે આરોપીની ધરપકડ કરી ગુન્‍હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદઃ અમદાવાદના જમાલપુરા વિસ્‍તારમાં આવેલ મસ્‍જીદ પાસે સગાઇ તુટી જતા યુવક અને યુવતિના પિતા સલીમ વોરા વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઇને યુવક શોએબ પર સલીમ વોરાએ છરી વડે પેટમાં અને છાતીના ભાગે ઘા મારતા શોએબ લોહીલુહાણ થયો હતો. ઇજાગ્રસ્‍ત યુવકને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના જમાલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સગાઈ તોડી નાખ્યાની અદાવત રાખીને યુવક યુવતીના ઘરે પહોંચ્યો અને ઝઘડો થયા બાદ યુવતીના પિતાએ છરીના ઘા મારીને યુવકની હત્યા કરી દીધી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ તેની પાસે રહેલ છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના ઘા પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેણે તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક શોએબની સગાઈ આરોપીની દીકરી સાથે થઈ હતી. જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગપણ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો અને બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે આરોપી સલીમ વોરા અને મૃતક શોએબ બંને બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે મારામારી થતા સલીમ વોરાએ સોયબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબ ને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

(5:55 pm IST)