Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદ ફરી રસ્તા ઉપરઃ બજારોમાં ભીડ-ટ્રાફીક જામના દ્રશ્યો

અમદાવાદ શહેરમાં કર્ફયુ હટતાની સાથે જ શહેર ફરી ધબકતું થયું છે. જો કે રાત્રીનો કર્ફયુ યથાવત રહેશે. કર્ફયુ ખુલતાની સાથે જ બજારોમાં ભારે ભીડના દૃશ્યો જોવા મળ્યા હતા. લોકો રસ્તાઓ ઉપર બેફામ નિકળી પડયા હતા. ઠેર-ઠેર ટ્રાફીક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:43 pm IST)
  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST