Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

આઇટીના માણેકચંદ ગુટખાના ડીલરને ત્યાં દરોડા : 7 કરોડથી વધુની રોકડ અને 3 કરોડના દાગીના પણ સીલ :100 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા

અમદાવાદની મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા: 14 અલગ અલગ જગ્યા પર સર્ચ ઓપરેશન

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસરની મિલકત તેમજ ગેરકાનૂની વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા પાડવામાં   આવ્યા  હતા  . જેમાં આજે સવારે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો હતો .

  ઇન્કમ ટેક્સ વિભાગે આજે જાણીતી કંપની માણેકચંદ ગુટખાના ડીલરને ત્યાં દરોડા પડયા હતા . જેમાં  આઈટી વિભાગ દ્વારા  7 કરોડથી વધુ રોકડ સીલ કરવામાં આવી છે . આ  ઉપરાંત 3 કરોડની કિંમતના દાગીના પણ સીલ કરાઇ છે . તેમજ ચેકિંગ દરમિયાન 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા  હોવાનું જાણવા મળ્યું છે . તેમજ IT એ 14 અલગ અલગ જગ્યા પર કરી હતી ગત મંગળવારના રોજ કરવામાં આવી હતી જેમાં  આટલી રોડ તેમજ બેનામી સંપતિ મળી છે

(7:40 pm IST)