Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

નર્મદા યુવક કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં અજય વસાવાનો 1218 મતે ભવ્ય વિજય થતા આનંદની લાગણી ફેલાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : યુથ કૉંગ્રેસ ગુજરાત ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાત સહિત તમામ જિલ્લા તથા વિધાનસભા વાઇઝ સીટના ઇલેક્સનમાં નર્મદા જિલ્લામાં પણ જિલ્લા તથા વિધાનસભા માં ઉમેદવારો એ ઉમેદવારી કરી હતી જેમાં નર્મદા યુવક કૉંગ્રેસના પ્રમુખ તરીકે અજયભાઈ વસાવાનો 1218 જેટલા મતે ભવ્ય વિજય થતા આ નિર્ણય ને જિલ્લાના યુવાનોએ ઉત્સાહ ભેર વધાવી લીધો હતો અને આગામી સમય માં કૉંગ્રેસને ઉત્સાહ સાથે વધુ મજબૂત કરવાની કવાયત કરશે તેમ નવ યુવા પ્રમુખ અજય વસાવાએ જણાવ્યું હતું.

આ ચૂંટણીમાં અજયભાઈ વસાવા 1218 મત થી વિજેતા, નીલમબેન વસાવા 31 ઉપપ્રમુખ મહિલા , રાહુલભાઈ સોલંકી 184 મત ઉપપ્રમુખ, જુનેદ રાઠોડ 155 મત મહા મંત્રી,પ્રણવ વસાવા ઉપપ્રમુખ નર્મદા 47 મત મેહુલ પરમાર મહામંત્રી 37 મત,પ્રદીપ વસાવા 36 મત મહામંત્રી નર્મદા,જયેશ વસાવા 18 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ હોદેદારો ને સૌએ અભિનંદન આપ્યા હતા.

(11:03 pm IST)