Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બનાસકાંઠા ભાજપમાં મોટું ભંગાણ : થરામાં 150થી વધુ કાર્યકર્તાઓ કેસરિયો છોડી કોંગ્રેસમાં જોડાયા

કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં 150થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો

બનાસકાંઠા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. બનાસકાંઠની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં 150થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ જનસભા થરા ખાતે રાખવામાં આવી હતી.

  અમૃત ઠાકોરની સભામાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમૃત ઠાકોર જગદીશ ઠાકોરના નાના ભાઈ છે અને તેના પ્રચાર માટે જનસભા રાખવામાં આવી હતી. પરંતુ 150થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે

(11:56 pm IST)