Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

અમદાવાદમાં 1351 રહેણાંક , 444 રહેણાંક કમ કોમર્શિયલ ઈમારતો, 45 કોમર્શિય ઈમારતો પાસે ફાયરની NOC નથી

શહેરની 251 સ્કૂલોને ક્લોઝર નોટીસ ફટકારી :બિલ્ડિંગ યુઝ પરમિશન સિવાયના આશરે 203 બિલ્ડીંગ અને 3173 યુનિટ્સ સીલ કરાયા : હાઈકોર્ટમાં મહત્વનું સોંગદનામું

અમદાવાદ : રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને અમદાવાદ શહેરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે હાઈકોર્ટમાં મહત્વનું સોંગદનામું રજુ કર્યું હતું. જેનાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ શહેરમાં 1351 રહેણાંક ઈમારતો, 444 રહેણાંક કમ કોમર્શિયલ ઈમારતો, 45 કોમર્શિય ઈમારતો પાસે ફાયર સેફ્ટી NOC નથી અને અમદાવાદ શહેરની 251 સ્કૂલોને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે.અમદાવાદમાં બિલ્ડિંગ યુઝ પરમિશન સિવાયના આશરે 203 બિલ્ડીંગ અને 3173 યુનિટ્સ સીલ કરવામાં આવ્યા હતા

હાઈરાઈઝ બિલ્ડીંગ સીલ કરવામાં આવીરાજ્યની 23 નગરપાલીકા વિસ્તારોમાં 1863 હાઈરાઈઝ બિલ્ડીંગ યુઝ પરમિશન નથી, નગરપાલિકા વિસ્તારમાં 28 હાઈરાઈઝ બિલ્ડીંગ સીલ કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના વિવાદ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામુ કર્યું…જેમાં રાજ્યની 23 નગરપાલિકા વિસ્તારોમાં 1863  હાઇરાઈઝ બિલ્ડીંગ પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન નથી. તેમજ નગરપાલિકા વિસ્તારમાં 28 હાઈરાઈઝ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે.. 60 હાઇરાઇઝ બિલ્ડીંગોમાં પાણીનું જોડાણ કાપવામાં આવ્યું… 78 હાઇરાઈઝ બિલ્ડીંગના ગટરના જોડાણ આપવામાં આવ્યા…નગરપાલિકા વિસ્તારોમાં 104 હોસ્પિટલ અને 301 સ્કૂલ પાસે ફાયર સેફટી એનઓસી નહીં તેમજ નગરપાલિકા વિસ્તારોમાં 52 હોસ્પિટલને સીલ કરાઈ…34 હોસ્પિટલના પાણીનું જોડાણ કપાયું…તેમજ સાત હોસ્પિટલના ગટરનું જોડાણ આપવામાં આવ્યું..નગરપાલિકા વિસ્તારોની 127 સ્કૂલ ને સીલ મરાયા…83 શાળાઓનું પાણીનું જોડાણ કપાયું…છ શાળાઓના ગટરના જોડાણ કાપવામાં આવ્યા હોવાનો ખુલાસો કર્યો છે.

(9:45 pm IST)