Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાજપીપળા વાલ્મિકી સમાજના નવયુવાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય મેળવી ગૌરવ વધારતા અગ્રણીઓએ સન્માન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા ગત તારીખ 19 ડિસેમ્બરે ભરૂચ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને જીત મેળવી સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

ભરૂચ વાલ્મીકિ સમાજ દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં રાજપીપળા વાલ્મિકી સમાજ ના દ્વારા ખૂબ સરસ પ્રદર્શન કરી જીત મેળવી ટ્રોફી મેળવતા રાજપીપળા ખાતે સમાજના આગેવાન રોહિતભાઈ સોલંકી (RK), ડો. કમલભાઈ ચૌહાણ, અશોકભાઇ સોલંકી, ગોવીન્દ ભાઈ સોલંકી દ્વારા વિજેતા તમામ નવયુવાનો નું સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા તેમજ ટ્રેક , ટી શર્ટ નું વિતરણ કરી યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે આજ રીતે સમાજ ના નવયુવાનો આગળ વધતા રહે તેમજ સમાજનું નામ રોશન કરે અને આ એકતા જળવાય રહે એ અપેક્ષા વ્યક્ત કરી હતી.

(10:50 pm IST)