Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

પાટીલજી સાથે શુભેચ્છા મુલાકાત કરતાં નીતિન ભારદ્વાજ

રાજકોટ : પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજે (મો. ૯૮૨૪૦ ૪૩૦૪૩) શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેરમાં ભાજપના  કાર્યકરો દ્વારા થઈ રહેલ કામગીરીને શ્રી પાટીલજીએ વખાણી હતી અને શ્રી ભારદ્વાજને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત નીતિનભાઈ સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી હોય આ વિસ્તારમાં ચૂંટણી માટેની રણનીતિ તેમજ પ્રચાર - પ્રસારની કામગીરી, કાર્યકર્તાઓને માર્ગદર્શન સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

(3:08 pm IST)