Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

ઢોલાર ગામમાં પત્નીને ત્રાસ આપી પુત્રી સાથે કાઢી મૂકનાર આર્મીમેન પતિ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના ઢોલાર ગામમાં પત્નીને પુત્રી સાથે કાઢી મૂકી ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર ઢોલાર ગામની પરિણીતાએ આપેલી ફરીયાદ મુજબ તેમના પતિ મહેશભાઈ ગીરધરભાઈ વસાવા(રહે ઢોલાર ) કે જેઓ આર્મીમાં ફરજ બજાવે છે તેમને તરોપા ગામની યુવતી સાથે પ્રેમ સબંધ હોય અને તેને પત્ની તરીકે રાખવા માંગતો હોય જેના કારણે ફરિયાદ આપનાર પત્નીને ઘરમાંથી કાઢી મુકવા માટે જાન્યુઆરી ૨૦૨૧ થી આજદિન સુધી તેમની સાથે ઝગડો કરી ગમે તેમ બોલી માઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ તેમની નાની દોઢ વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી આપી ઘરમાથી કાઢી મુકતા આમલેથા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:03 pm IST)