Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભાભીની સાથે લફરું હોવાની શંકાએ ભાઈએ પતાવી દીધો

સુરતની સનસનાટીપૂર્ણ ઘટના : કાલરકામ માટે જે રૂમમાં સામાન મુકાયો હતો ત્યાં બધા રંગોની વચ્ચે લાશ છૂપાવી હતી કે કોઈને ખબર જ ના પડે

સુરત, તા. ૨૪ : મૂળ ઉત્તરપ્રદેશનો પણ કામ-ધંધાની શોધમાં ૧૦ દિવસ પહેલા સુરત આવેલા ૨૧ વર્ષના યુવકની લાશ મળી આવી છે. યુવકની લાશ એવી વિચિત્ર જગ્યાએથી મળી આવી કે તેને જોઈને ભલભલાના હોશ ઉડી ગયા હતા. બાદમાં પોલીસ દ્વારા તપાસ કરતા આ આખી ઘટના શંકા અને કુશંકાઓના કારણે બની હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરના ખજોદ ગામમાં આવેલા ડાઈમંડ બુર્સમાં કલરકામ કરીને ત્યાં પતરાળી કેબીનમાં રહેતા ઈમરાન નૌશેઅલી પઠાણ (૨૬)નો ભાણેજ વસીમ સબ્બનખાન પઠાણ (૨૧) યુપીથી ૧૦ દિવસ પહેલા નોકરીની શોધમાં આવ્યો હતો. વસીમને ઈમરાને કામ અપાવ્યું હતું અને તે તેની સાથે જ રહેતો હતો. આવામાં એક દિવસ કામ કરતા-કરતા વસીમ ગાયબ થઈ જતા ઈમરાને તપાસ કરી પરંતું તેની કોઈ ભાળ મળી નહોતી. જે પછી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

વસીમ તેના માસીયાઈ ભાઈ સમીર સાથે કામ કરતો હતો અને બે દિવસ પહેલા તેણે ઈમરાનને ફોન કરીને કહ્યું કે વસીમ પાણી પીવા ગયો પછી પાછો આવ્યો નથી, ઈમરાને આ વાતને સામાન્ય ગણીને કહ્યું કે આસપાસમાં ક્યાંક ગયો હશે હમણાં આવી જશે. પરંતુ તે જમવાના સમયે પણ પછો ના આવ્યો તો ઈમરાને સમીને કહ્યું કે શું વાત છે વસીમ હજુ નથી આવ્યો, ત્યારે સમીને ઉડાઉ જવાબ આપી દીધો હતો.

આ પછી ઈમરાનને શંકા જતા તેણે આ ઘટના અંગે પોલીસને જણા કરી હતી. પોલીસે આ ઘટના અંગે ખડોદરા પોલીસે તપાસ કરી તો વસીમની લશ બિલ્ડિંગ નંબર-૭ કલર સ્ટોરરૂમમાંથી કલરના ડબ્બા પાછળથી મળી આવી હતી. લાશની ઉપર સિમેન્ટની થેલીઓ મૂકીને તેને ઢાંકી દેવામાં આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે તેને આંખની ઉપરના ભાગે લોખંડનો સળિયો માર્યો હોવાના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

પોલીસે આ કેસમાં શંકાના આધારે પૂછપરછ શરુ કરી જેમાં સમીર પોલીસની સામે ભાંગી પડ્યો હતો અને પોતે જ માસીયાઈ ભાઈ વસીમનું ખૂન કર્યું હોવાનું સ્વીકારી લીધું હતું. સમીરે પોલીસ સમક્ષ કબૂલ્યું કે વસીમ તેની પત્ની સાથે ફોન પર વાત કરતો હતો અને જેના કારણે તેની સાથે આડો સંબંધ હોવાની શંકા ગઈ હતી, આ પછી તેની હત્યા કરીને લાશને કલર સ્ટોર રૂમમાં સંતાડી દીધી હતી. પોલીસે આ કેસમાં સમીરની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

(8:04 pm IST)
  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST