Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજપીપળા ડેપો પાછળ પાણીની ટાંકીમા કબૂતરના પીંછા નીકળવાની ઘટના,સ્થાનિકો બિમારીમાં સપડાયા હોવાની બુમ

રાજપીપળા પાલિકાની " જા બિલ્લી કુત્તે કો માર" ની નીતિને કારણે લોકોની સમસ્યાઓ નો ઉકેલ આવતો નથી, અને શુ-શાસન ના તાયફાઓ ઉજવાય છે: હજી 3 મહિના પહેલાંજ ટાંકી મા મરેલા કબુતરો તરતા હોવાની ઘટના તાજી છે, ત્યારે પાલિકાની પાંગળી નીતિનો ભોગ લોકોને કેમ બનાવવામાં આવી રહ્યા છે?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાલિકા સંચાલિત તાલુકા કચેરી સામે આવેલી પાણી ની ટાંકી માંથી વિતરિત કરાતા પાણીમા સિંધીવાડ વિસ્તારમાં પાણીના નળમા પક્ષીઓના પીંછા નીકળવાની ફરી શરૂઆત થઈ છે, હજી 3 મહિના પહેલાંજ ટાંકીના પાણીમાં મરેલા કબુતરોના તરતા હોવાના વિડિઓ વાયરલ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા કબુતરોના પ્રવેશના રસ્તે જાળી મારી હોવાની વાત જાણવા મળી અને પાણીની ટાંકીની સફાઈ કર્યા વગરજ પીવા માટેના  પાણીનું વિતરણ ચાલુ રાખી લોકોને માંદા પાડવાનું જાણે નક્કી કરી લીધું હોય એમ બેદરકારી જણાઈ હતી.હાલમાં સિંધીવાડ દક્ષિણી ફળિયાના અમુક ઘરોના સભ્યો બીમારીમાં સપડાયા છે ત્યારે પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય સફાઈ કરાવે તે જરૂરી છે.

હવે ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામા ફરીથી કબૂતરના પીંછા નીકળવાની મોંકાણ શરૂ થઈ છે, સાથે સાથે ઘરે ઘર માંદગીના ખાટલા પણ શરૂ થયા છે, પાલિકા સત્તાધીશો દ્વારા અગાઉની ઘટના માંથી બોધપાઠ લઈ પોતાની "જા બિલ્લી કુત્તે કો માર" ની નીતિ બાજુ ઉપર મૂકી નક્કર કામગીરી કરવાની દાનત જ ના હોય એમ જણાય છે. કંટાળેલા સ્થાનિકો દવારા પોતે જે ટાંકીનું પાણી પી રહ્યા છે એની હાલત ની જાત તપાસ કરવાની લેખિત માંગણી કરી છે એને પણ પાલિકા ચીફ ઓફિસર દ્વારા નકારી કાઢતાં "ચોર કી દાઢી મેં તીનકા" વાળી ઉક્તિ અહીંયા યથાર્થ બેસે છે. જો પાલિકા ને એમ લાગે છે કે એમની કામગીરી મા કોઈ ખોટ નથી તો જોવા દેવા મા એમનું જાય છે શું?? જો કે ટાંકી મા ગંદકી નું સામ્રાજ્ય હોય અને તપાસ થાય તો ભાંડો ફૂટી  જવાનો ડર કદાચ હોઈ શકે તેમ લાગી રહ્યું છે

(5:13 pm IST)