Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યમાં ગેરકાયદેસર ખનન કરનારા બેલગામ : 429 કરોડથી વધુની વસુલાત બાકી : માત્ર 12 કિસ્સામાં જ પોલીસ કેસ !!

બે વર્ષમાં ગેરકાયદેસર ખનનના 14,002 કિસ્સામાં 610 કરોડ 37 લાખની ખનીજ દંડની રકમ સામે માત્ર 181 કરોડ 12 લાખની જ વસૂલાત થયાનો ઘટસ્ફોટ

અમદાવાદ :રાજયમાં બે વર્ષમાં ગેરકાયદેસર ખનનના 14,002 કિસ્સામાં 610 કરોડ 37 લાખની ખનીજ દંડની રકમ સામે માત્ર 181 કરોડ 12 લાખની જ વસૂલાત કરવામાં આવી છે. જયારે 429 કરોડ 25 લાખ વસૂલવાના બાકી છે. જો કે આ કેસો પૈકી માત્ર 12 કિસ્સામાં જ પોલીસ કેસ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

 આ અંગે કોંગ્રેસ તરફથી આકડાંઓ જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે, ગેરકાયદેસર ખનનની પ્રવુત્તિને ડામવા માટે દરોડા પાડીને કે ચેકીંગ કરીને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આવા ખનીજ માફરિયાઓ દંડની રકમ ભરપાઇ ન કરતાં હોવા છતાં માઇન્સ એન્ડ મીનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ તેમ જ ગુજરાત મીનરલ્સ ( પ્રીવેન્શન ઓફ ઇલગીલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેસન એન્ડ સ્ટોરેજ ) રૂલ્સ 2017 મુજબ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય છે.જે આ બાકી રકમ વસૂલવા માટે થતું નથી. તેના કારણે જ દંડની રકમના માત્ર 30 ટકા કરતાં પણ ઓછી રકમની વસૂલાત થઇ છે. જે સરકારની નીતિ ઢીલી અને નબળી હોવાનું દર્શાવે છે

(10:34 pm IST)