Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજપીપળાની કન્યા વિનય મંદિર સ્કૂલમાં બે શિક્ષકો પોઝિટિવ આવતા તમામ શિક્ષકો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો

કોરોના પોઝિટિવ શિક્ષકોને સારવાર માટે કોવીડ -19 હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારી માં 11 મહિનાઓ બાદ હાલમાં જ સ્કૂલો ખુલ્લી કરવામાં આવી જેમાં હજુ બાળકો જોઈએ એવા આવતા નથી ત્યાં બાળકો અને શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા સ્કૂલો બંધ કરવામાં આવી રહી છે. ડેડીયાપાડાની બે રાજપીપલાની બે સ્કૂલોમાં શિક્ષકો પોઝિટિવ અને બે બાળકો પોઝિટિવ નીકળ્યા છે ત્યારે હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં સત્રાંત પરીક્ષાઓ ચાલુ છે જેમાં રાજપીપલા ની કન્યાવિનય મંદિર શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા સ્કૂલમાં ફફળાટ ફેલાયો હતો.

 

શાળાના આચાર્ય જતીનભાઈ વસાવા શરૂઆતથી કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતા આવ્યા છે આમ છતાં જયારે પોતાની શાળાના શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે તો તેમને તાત્કાલિક સારવાર માટે કોવીડ 19 હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા હતા. જયારે આચાર્ય જતીનભાઈ એ સ્થાનિક બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન અને ડો.ધનંજય સહિતની કોરોના ટેસ્ટિંગ ટિમ કે.વી.એમ સ્કૂલમાં પહોંચી અને તમામ શિક્ષકો અને અન્ય સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જોકે જેમાં તમામ શિક્ષકો નો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થઇ હતી.
આ બાબતે સ્કૂલના આચાર્ય જતીનભાઈ એ જણાવ્યું હતું કે હાલ પરીક્ષા ચાલતી હોય સ્કૂલ બંધ કરાય તેમ નથી જેથી શિક્ષકો કેટલા સંક્રમિત થયા છે જેની ચકાસણી હાલ થઇ ગઈ એટલે રાહત છે બાકી વિદ્યાર્થીનીઓ ની પણ ખુબ કાળજી લેવાય છે. કોવીડ 19 ની ગાઇડલાઇન નું પાલન ચુસ્તપણે થઇ રહ્યું છે.

(11:01 pm IST)