Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ગુજરાતમાં ર૦૧૯માં ૧પ ઉમેદવારો ૩ લાખથી વધુ મતે જીતેલા

મ્‍હારે હિવડા (હૃદય) મેં નાચે (ચુનાવી) મોર તક થૈયા થૈયા, નેતાઓને મચાયા શોર, ખિલી પ્રચાર કી કલિયા, બદલા મૌસમ, બદલે નજારે યા બદલે હૈ નજરિયા :સૌથી વધુ ૬.૮૯ લાખની સરસાઇ સી.આર. પાટીલની : બીજાક્રમે અમિતભાઇ પ.પ૭ લાખ : દર્શનાબેન જરદોસને પ.૪૮ લાખની સરસાઇ મળેલ

રાજકોટ, તા. ર૪ :  રાજયનું ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થઇ ગયું છે. લોકસભાની સુરત બેઠક ભાજપને બિનહરીફ મળી છે. બાકીની રપ બેઠકો માટે તા. ૭ મે એ મતદાન થનાર છે. લોકસભાની સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ છે. દેશમાં પ્રથમ તબક્કામાં સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન છે. મહત્તમ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. વર્ષ ર૦૧૯ માં રાજયમાં ૬૪.પ૧ ટકા મતદાન થયું હતું. આ વખતે ૪.૯૭ કરોડ મતદારો નોંધાયા છે. મતદાનના પ્રમાણની અસર વિજેતાની સરસાઇ પર આવતી હોય છે. ર૦૧૪ ની જેમ ર૦૧૯ માં તમામ બેઠકો પર ભાજપ વિજેતા થયેલ. ભાજપના જીતેલા ર૬ પૈકી ૧પ ઉમેદવારો ત્રણ લાખથી વધુ મતની સરસાઇ ધરાવતા હતા. આ વખતે ભાજપે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતવાનો સંકલ્‍પ કર્યો છે.

વર્ષ ર૦૧૯ મી સંસદની ચૂંટણીમાં કચ્‍છના વિનોદ ચાવડા ઉપરાંત સૌરાષ્‍ટ્રમાં રાજકોટમાં મોહનભાઇ કુંડારિયા અને ભાવનગરમાં ભારતીબેન શિયાળ ૩ લાખથી વધુ મતે જીતીને સંસદ સભ્‍ય બન્‍યા હતા. સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૩.૬૭ લાખની સરસાઇ મોહનભાઇ કુંડારિયાની હતી.

ગુજરાતમાં સૌથી વધુ ૬.૮૯ લાખની સરસાઇ નવસારી સી.આર. પાટીલની હતી. ગાંધીનગરમાં અમિતભાઇ શાહ પ.પ૭ લાખ મતથી જીતવામાં સફળ રહ્યા હતા. રાજયમાં ભાજપના તમામ ઉમેદવારો સવા લાખથી વધુ મતે વિજેતા થયા હતા. કુલ મતદાનમાંથી ભાજપને ૬ર.ર૧ ટકા અને કોંગ્રેસને ૩ર.૧૧ ટકા મત મળ્‍યા હતા. તે વખતે ર૩ એપ્રિલે મતદાન હતું. આ વખતે ૭ મે એ મતદાન છે. આકરો તાપ, પ્રવાસનો સમયગાળો વગેરે વચ્‍ચે વધુમાં વધુ મતદાન કરાવવા જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. (૯.૧ર)

સુરતના યુવાનોને મતદાનની

પહેલી તક પણ ન રહી

રાજકોટઃ સુરત લોકસભા મતક્ષેત્રની બેઠક ભાજપને બિનહરીફ મળતા ત્‍યાંના મતદારોની મતદાનની તક જતી રહી છે. ચૂંટણી પંચને ઘણી રાહતની તક મળી છે પણ મતદારો મતાધિકારથી વંચિત રહી જશે. સુરતમાં હજારો મતદારો નવા નોંધાયેલા જેને આ ચુંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાની તક હતી તે પણ રહી નથી. નવોદિત મતદારોમાં આ મુદ્દે કચવાટ હોવાની ચર્ચા છે.

     ં સૌથી વધુ ૩,૬૮,૪૦૭ મતે મોહનભાઇ કુંડારિયા વિજેતા બનેલાઃ ભાવનગરમાં ભારતીબેન શિયાળને નજીકના પ્રતિસ્‍પર્ધી કરતા ૩,ર૯,પ૧૯ મત વધુ મળેલાઃ આ વખતે સુરતની બેઠક ભાજપને બિનહરીફ મળી છેઃ બાકીની રપ બેઠકો પાંચ લાખથી વધુ મતે જીતવાનો સંકલ્‍પ

એક નજર ઇધર ભી

એક નેતાનો દીકરો ભણવામાં નાપાસ થયો છતાં નેતાએ પેંડા વિતરણ કર્યુ. કોઇએ પૂછયું તમારો દીકરો નાપાસ થયો છતાં શા માટે મીઠા મોઢા કરાવો છો ? નેતા એ કહ્યું ‘‘૧૦૦ વિદ્યાર્થીઓના વર્ગમાં ૭૦ નાપાસ થયા છે. બહુમતી મારા દીકરા સાથે છે.''

૩ લાખથી વધુ મતે જીતેલા ઉમેદવારો

મતક્ષેત્ર નામ    સરસાઇ

કચ્‍છ           વિનોદ ચાવડા           ૩,૦પ,પ૧૩

બનાસકાંઠા      પરબતભાઇ પટેલ       ૩,૬૮,ર૯૬

ગાંધીનગર     અમિતભાઇ શાહ         પ,પ૭,૦૧૪

અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ            ૪,૩૪,૩૩૦

અમદાવાદ પヘમિ                        ડો. કિરીટ સોલંકી ૩,ર૧,પ૪૬

રાજકોટ         મોહનભાઇ કુંડારિયા     ૩,૬૮,૪૦૭

ભાવનગર      ભારતીબેન શિયાળ      ૩,ર૯,પ૧૯

ખેડા            દેવુસિંહ ચૌહાણ          ૩,૬૭,૧૪પ

પંચમહાલ      રતનસિંહ રાઠોડ         ૪,ર૮,૧૪પ

પંચમહાલ      રતનસિંહ રાઠોડ         ૪,૮,પ૪૧

વડોદરા         રંજનબેન ભટ્ટ            પ,૮૯,૧૭૭

છોટા ઉદેપુર    ગીતાબેન રાઠવા        ૩,૭૭,૯૪૩

ભરૂચ           મનસુખ વસાવા         ૩,૩૪,ર૧૪

સુરત           દર્શનાબેન જરદોશ      પ,૪૮,ર૩૦

નવસારી        સી. આર. પાટીલ        ૬,૮૯,૬૬૮

વલસાડ      કે. સી. પટેલ    ૩,પ૩,૭૯૭

 

 

 

 

 

 

(12:52 pm IST)