Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

પુત્ર મેળવવા પત્‍નિની સંમતિથી બીજા લગ્ન કર્યા અને હવે બન્નેને છોડીને ત્રીજી સાથે લિવ-ઇન રિલેશનશિપ

ખેડા, તા.૨૪: ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા કઠલાલના એક શિક્ષકે તો ભારે કરી છે. સરકારી સ્‍કૂલના ૫૮ વર્ષના આ શિક્ષક સામે તેમની બે પત્‍નીઓ પોલીસમાં ગઈ છે અને તેમણે ફરિયાદ કરી છે કે અમારો પતિ અમને બન્નેને છોડીને ત્રીજીસ્ત્રી સાથે ગોઠવાઈ ગયો છે. આ ફરિયાદમાં શિક્ષકની પહેલી પત્‍ની ફરિયાદી છે અને બીજી પત્‍ની વિટનેસ છે. આ શિક્ષકમહાશયનાં પ્રથમ લગ્ન ૧૮ વર્ષની ઉંમરે થયાં હતાં અને એમાં તેમને બે દીકરીઓ અવતરી હતી. તેમને વંશવારસ તરીકે પુત્ર જોઈતો હતો એટલે તેમણે પત્‍ની પર દબાણ કરીને બીજાં લગ્ન કરવા દેવાની છૂટ માગી હતી. પત્‍નીએ કમને હા પાડી એટલે છૂટાછેડા વગર ટીચરજીએ ૨૦૦૦ની સાલમાં બીજાં લગ્ન કર્યાં જેનાથી તેમને એક દીકરી અને એક દીકરો થયાં. હમ તીન હમારે ચારના આ પરિવારમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું હતું, પણ ચારેક મહિના પહેલાં બીજી પત્‍નીને પતિની વફાદારી પર શંકા ગઈ અને એને પગલે ભાંડો ફૂટયો કે ભાઈસાહેબ તો ત્રીજી જસ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં ગોઠવાઈ ગયા છે.

(4:28 pm IST)