Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા પાંચ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

એન્ટ્રી કેસ સંબંધે માગી હતી લાંચ: તકરારી મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરીયાદીનાં તરફેણમાં હુકમ કરવા પાંચ લાખ માંગ્યા હતા

વલસાડના ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા પાંચ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે . જમીનની એન્ટ્રી સબંધે કેસમાં લાંચ માંગી હતી, તાલુકાની જમીનમાં વારસાઈ કરાવવા કરાયેલ અરજીમાં મેટર તકરારે બનતા થર્ડ પાર્ટીના દાવાને ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા પાંચ લાખની લાંચ માંગી હતી

 ફરીયાદીએ ઉમરગામ તાલુકાની જમીનમાં વારસાઇ કરાવવા માટે અરજી કરેલ. સદર જમીનમાં થર્ડ પાર્ટીનો દાવો ચાલી આવતો હતો જેથી સદર જમીનમાં વારસાઇ કરાવવા તકરારી મેટર બનેલ હોય જે તકરારી મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરીયાદીનાં તરફેણમાં હુકમ કરવા આ કામનાં આક્ષેપિતે રૂ.૫,૦૦,૦૦૦ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદ આપેલ. જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ આ કામનાં આરોપીએ ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦,૦૦૦ ની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયેલ છે.

ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારીમાં આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા સુરત શહેર અને સુરત ગ્રામ્ય એ.સી.બી. સ્ટાફ. રહ્યાં હતા જયારે સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત હતા

 

(9:10 pm IST)