Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સંપૂર્ણ રાજપીપળા શહેરમાં આગામી ૨૭ મે નાં રોજ ચાર કલાક વીજ પુરવઠો બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા અવાર નવાર કામગીરી માટે લાઈટો બંધ રાખવામાં આવે છે પરંતુ હાલ પડી રહેલી આકરી ગરમીમાં જો દસ મિનિટ પણ લાઇટ બંધ રહે તો લોકો પરસેવે રેબઝેબ થઈ જતાં હોય છે. આમતો 66KV રાજપીપળા સબસ્ટેશને 3 વખત સટ ડાઉન નું આયોજન કર્યું હતું પરંતુ કોઈક કારણોસર શટડાઉન રદ કરવામાં આવ્યું હતું. અને ચોમાસા પહેલા સબસ્ટેશન પર જાળવણી કરવી જરૂરી છે.માટે આ કામગીરી માટે આગામી ૨૭ તારીખે લાઈટો બંધ રહેશે તેમજ ગેટકોની કામગીરી સાથે સાથે DGVCLનો સ્ટાફ પણ રાજપીપળા ટાઉન સબડિવિઝનના વિવિધ ફીડર પર જાળવણીની કામગીરી કરનાર હોય જેથી આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં વીજળી બંધ રાખી કામગીરી કરવામાં આવનાર હોય જેમાં આખા રાજપીપળા શહેર માં પણ આગામી તારીખ ૨૭ મેનાં દિવસે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધીનાં ચાર કલાક માટે આખા રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા લાઈટો બંધ રાખી પ્રિ.મોન્સુન કામગીરી કરવામાં આવશે તેમ વીજ કંપનીના ઇજનેર તરફથી જણાવવા આવ્યું છે.

 

(10:18 pm IST)