Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ.દ્વારા નાણાકીય વર્ષના પરિણામો જાહેર

(કેતન ખત્રી) અમદાવાદઃ  દેશની અગ્રણી ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમીટેડએ ૩૧ માર્ચ ૨૦૨૩ના પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળાના પોતાના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે.

પ્રદર્શનના મુખ્‍ય અંશોઃ FY૨૦૨૩ વિ. FY૨૦૨૨, કામગીરીમાંથી થયેલી આવક રૂ. ૩૪૯૨ કરોડ, વાર્ષિક ધોરણે ૧૮.૯૬% વૃદ્ધિFY૨૦૨૨માં રૂ. ૪૨૨ કરોડની સામે EBITDA રૂ. ૪૬૮ કરોડFY ૨૦૨૨માં રૂ. ૨૬૭ કરોડની સામે PAT રૂ. ૩૦૪ કરોડ અને તેમાં ૧૩.૪૯%ની વૃદ્ધિ થઇ છે. ટીસીઆઇ ગ્રુપના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી વિનીત અગરવાલએ જણાવ્‍યું હતુ કે Q4 અને FY'૨૩ માં, અમે તમામ સેવા સેગમેન્‍ટમાં યોગ્‍ય ગતિ સાથે આગળ વધ્‍યા છે. મોબિલિટી સેક્‍ટરમાં અપટ્રેન્‍ડ, સતત સરકારી અને ખાનગી મૂડી ખર્ચ (કેપેક્‍સ) અને સતત વપરાશના વલણોએ અમારા તમામ વ્‍યવસાયોને મદદ કરી છે.

(3:10 pm IST)