Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

આ એક લાખ ગુનેગાર પૈકી કોઈ રથયાત્રામાં ડોકાયું તો મશીન ચીચીયારી કરી ચેતવણી આપશે

મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર, આઈબી વડા અનુપમ સિંહ ગેહલોત, જોઇન્‍ટ સીપી અજય ચૌધરી, અને ઇન્‍ચાર્જ સીપી પ્રેમવીર સિંહ ટીમ દ્વારા ઘડાયેલ રણ નીતિનો ગાંધીનગર દ્વારા અમલ કરાવવા મકકમ : ક્રાઇમબ્રાન્‍ચ વડા અને અમદાવાદ ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવિરસિંહ અને ડીસીપી ચૈતન્‍ય માંડલિક ટીમ કોઇ જોખમ લેવા માગતું નથી,ક્રાઇમ બ્રાન્‍ચમાં વિશેષ કંટ્રોલ રૂમ માટે તડામાર તૈયારીઓઃ અચાનક સવેન્‍દનશિલ વિસ્‍તારમાં ફૂટ પેટ્રોલિંગ, એડી. સીપી નીરજ ગુજજરે જાતે મોરચો સંભળ્‍યોઃ એસીપી એ.પી.જાડેજા ટીમ દ્વારા લુખ્‍ખા તત્ત્વોને આડકતરી ચીમકી આપી દેવામાં આવી

રાજકોટ તા.૨૪:  અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે તડીપાર હોવા છતાં દોઢ ડઝન તડીપાર શખ્‍શો એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમ દ્વારા થયેલ મેગા ડ્રાઈવમાં મળવા સાથે એટીએસ દ્વારા પણ કેટલાક અલકાયદા સાથે સંકળાયેલ શખ્‍શો ડીઆઈજી દીપેન ભદ્ર ટીમ દ્વારા ઝડપી મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા અજય ચૌધરી અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા અને ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહની રણનીતિ મુજબ ઝડપાઈ જવાના પગલે રામનવમી શોભાયાત્રાનું પુનરાવર્તન રોકવા માટે રથયાત્રામાં  મેન પાવર અને મહત્તમ ટેકનોલોજીનો સંગમ થનાર છે.        દરમિયાન કેબિનેટ બેઠકમાં પણ રાજ્‍ય ભરમાં રથયાત્રા શોભાયાત્રા દરમિયાન કડક બંદોબસ્‍ત અંગે આઈબી વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા રથ યાત્રા સંદર્ભે સાવચેતીના સુરો રેલાયા છે તે અંતર્ગત કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે ક્રાઇમ બ્રાન્‍ચના વડા પ્રેમવિરસિંહ અને ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ચૈતન્‍ય માંડલિક ટીમ દ્વારા રથ યાત્રા અંતર્ગત ક્રાઇમ બ્રાન્‍ચના ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્‍યો છે, એક ખાસ એપ્‍લિકેશન પણ બનાવવામાં આવી છે, જે ખૂબ મહત્‍વની છે.

બ્રાન્‍ચે એક ફેસ ડિટેકશન નામની એપ્‍લીકેશન તૈયાર કરી છે. જે એપ્‍લિકેશનમાં ગુજરાતના નાના- મોટા ૪૦ હજાર જેટલા ગુનેગારોના ફોટો સહિતના ડેટાને મુકવામાં આવ્‍યો છે, જે ગુનેગારોમાં ચોરી, લૂંટ, ધાડ, હીસ્‍ટ્રીશીટર, ચેઈન સ્‍નેચર્સ અને આંતકી પ્રવૃતિ સાથે સંકળાયેલા કુખ્‍યાત ગુનેગારોની માહિતી અને રેકોર્ડ એકત્ર કરવામાં આવ્‍યા છે. ગત વર્ષે ભગવાન જગન્‍નાથના મંદિરે ફેસ ડિટેકશન કેમેરા લગાવવામાં આવ્‍યા હતા. જે  કેમેરામાં કોઈપણ ગુનેગાર નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરી દેવાય તેવી સિસ્‍ટમ સેટ કરવામાં આવી હતી, ત્‍યારે  આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમગ્ર આ પ્રકારની કામગીરી રથયાત્રાના આખા રૂટ પર કરશે.

ક્રાઈમ બ્રાન્‍ચે આ વખતે રથયાત્રામાં આવનાર ભકતોની  સુરક્ષા માટે ખાસ પ્રોજેકટ તૈયાર કર્યો છે, જેના થકી રથયાત્રામાં આવનાર લાખો લોકોની સલામતી અને ભીડ મોબાઈલ- પાકીટ ચોરી જેવી ગુનાખોરી અટકાવી શકાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ગુજરાતના એક લાખ ગુનેગારોનો રેકોર્ડ એકત્ર કરી તે ગુનેગાર રથયાત્રામાં દેખાય એટલે ગણતરીની મિનીટોમાં તેને પકડી લેવાય તે પ્રકારનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. એક તરફ આ વખતે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિન્‍સનો ઉપયોગ અને ક્રાઈમ બ્રાન્‍ચનું આ નવું પ્રોજેકટ બન્‍ને સાથે કામ કરીને રથયાત્રાની કિલ્લેબંધીમાં વધારો કરશે.

આજ રીતે રથ યાત્રા સંદર્ભે અપરાધીઓ લુખ્‍ખા તત્‍વો પર ધાક બેસાડવા સેકટર,૧ના એડી.પોલીસ કમિશનર નીરજ બડગુજર દ્વારા તથા એસીપી એ. પી.જાડેજા ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. ફૂટ પેટ્રોલીંગમાં બે પીઆઇ,૧૦ પીએસઆઈ,૨૬૦ પોલીસ સ્‍ટાફ રંગીલા ચોકીથી માંડી શાહપુર અડ્ડા સુધી ફૂટ પેટ્રોલિંગ કરી સામાજિક તત્‍વોને માપમાં રહેવા આડકતરા સંદેશ આપી દીધા છે.

(4:15 pm IST)