Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

આપના નેતા ચૈતર વસાવા સહિત 10ને કોર્ટે 6 મહિનાની સજા સાથે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કર્યો

- વર્ષ ૨૦૨૧ની સરપંચની ચુંટણીની અદાવતના મામલે થયેલા ઝગડાના સંદર્ભે થયેલી પોલીસ ફરિયાદ બાબતે કેસ ચાલી જતા આ મુજબનો ચુકાદો કોર્ટે આપ્યો હતો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :વર્ષ 2021ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવાએ ચૈતરવસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયાના અન્ય 6 માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા એ સમયે તેમના જ ગામના ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાં ધસી આવી બુમો પાડી કહ્યું હતું કે "આ વખતે સરપંચની ચૂંટણી મા અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે, તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. એ રીતે કીકીયારીઓ પાડી દોડી આવેલા અને ગમે તેમ ગાળો બોલી તેમની સાથેના ટોળા માણસ હોય અમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માથાના વાળ પકડી જમીન પર પાડી દીધેલ અને ટીકા પડવું માટે માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે ટોળામાના શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા,ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિતનાઓ એ ફરિયાદી અને ફરિયાદી સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યાની તમામ રહેવાસી બોગજ તાલુકો ડેડીયાપાડાનાઓ ફરિયાદી ઉપર તૂટી પડેલાને ગદડાં પાટુનો માર માર્યાની હકીકત પોલીસ સમક્ષ લખાવી ન્યાયની માંગણી કરી હતી.

આ બાબત નો કેસ નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા,જજ આર.એન.જોશીએ ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.
પરંતુ... ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમોને સજા ભોગવવાની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યાએ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000ના જાત જામીન આપવાનાં અને દંડની રકમ 15 દિવસમા કોર્ટમાં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે આપ્યો છે.

(10:15 pm IST)