Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજ્યનાં 43 તાલુકામાં વરસાદ : હવે વરસાદનું જોર ધીમું રહેશે

સૌથી ખેરગામ તાલુકામાં 2 ઇંચ ,માંડવી, ધરમપુર અને મોડાસામાં 1-1 ઇંચ

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યનાં 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા નવસારી જિલ્લાનાં ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહી છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

  રાજ્યમાં 43તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં 1 ઇંચ, વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં 1 ઇંચ, અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકામાં 1 ઇંચ સહિત અન્ય 39 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

(11:34 am IST)