Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાહુલ ગાંધી સુરતમાં : વિવાદીત નિવેદનના કેસમાં કોર્ટમાં હાજર થયા

મોદી અટક વિશે કરેલા ઉચ્ચાર કેસમાં બીજીવાર ઉપસ્થિત રહ્યા

રાજકોટ તા. ૨૪ : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 'મોદી' અટક વિશે વિવાદીત નિવેદન સામે સુરતની કોર્ટમાં કેસ દાખલ કરાયેલ જેની આજે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરાનાર છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ૨૦૧૯માં નોંધાયો છે. અગાઉ એક વખત રાહુલ ગાંધી સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.  આજે સુરતમાં રાહુલ ગાંધી આવવાના હોવાની પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ટોચના નેતા આવી પહોંચ્યા છે.

(11:39 am IST)