Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ૩ શિક્ષકોને બિરદાવતા ભુપેન્દ્રસિંહ

ગાંધીનગર,તા.૨૪ : રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી પામીને આગામી ૫મી સપ્ટેમ્બર ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ગુજરાતના ત્રણ શિક્ષકોને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ટેલીફોનીક સંપર્ક કરીને હૃદયપૂર્વક ના અભિનંદન પાઠવ્યા છે. ચુડાસમાએ તેઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને આપ સૌએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકેની આપની પસંદગી અને આદર્શ શિક્ષક તરીકેનું આપનું જીવન રાજયના અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાતમાંથી ભારત સરકારના શિક્ષણ વિભાગે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, સાબરકાંઠા જિલ્લાના સંજેલી ગામના શ્રી પ્રકાશચંદ્ર જેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોશીનો સમાવેશ થાય છે .

(10:52 am IST)