Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કમલમમાંથી કામગીરીના શ્રીગણેશ કરતા કૌશિક પટેલ : વીસેક કાર્યકરોની રજુઆતો આવી

કાર્યકરો માટે પ્રદેશ કાર્યાલયમાં જ સચિવાલય!

રાજકોટ, તા., ર૪: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશ મુજબ આજથી રૂપાણી સરકારના મંત્રીઓએ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસી કાર્યકરોની રજુઆતો સાંભળવાનું શરૂ કર્યુ છે. આજે પ્રથમ દિવસે મહેસુલ મંત્રી કૌશીક પટેલ બેઠા છે.  તેમની પાસે બપોરથી પ્રથમ બે કલાકમાં વિસેક કાર્યકરોની રજુઆત આવી છે. તે રજુઆતને નિકાલ માટે પ્રદેશ કાર્યાલયની ભલામણ સાથે જે તે વિભાગના મંત્રીને મોકલી દેવામાં આવશે. દરરોજ અલગ-અલગ મંત્રીઓને પ્રદેશ કાર્યાલયમાં બેસવા  પ્રદેશ પ્રમુખે જણાવ્યું છે.

સી.આર.પાટીલે સચિવાલયની વ્યવસ્થા ઉપરાંત પ્રદેશ કાર્યાલયમાં સરકારના મંત્રીઓને બોલાવી કાર્યકરો માટે રજુઆતની વ્યવસ્થા કરી તે બાબતે રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓ થઇ રહી છે. સરકારની સમાંતર સંગઠનમાં વ્યવસ્થા ગોઠવાઇ રહી હોય તેવી છાપ પડી છે.

(4:30 pm IST)