Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજપીપળા શહેરમાં પાંચ મહિના થી રીક્ષા ચાલકો ની આર્થિક હાલત ખરાબ:સરકાર સહાય કરે તેવી માંગ

કોરોના વાયરસ અને લોકડાઉન ના કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી રીક્ષા નો ધંધો પડી ભાંગતા પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે લોકો ને ખૂબ મોટી તકલીફ માં મૂકી દીધા છે,પાંચેક મહિના ના આ સમય દરમિયાન ધંધા રોજગાર પર પણ બહુ મોટી અસર પડી છે,લોકડાઉન માં તો દરેક ના ધંધા બંધ હતા પરંતુ હાલ અમુક છૂટછાટ મળતા ફરી લોકો રોજગારી મેળવી રહ્યા છે છતાં રીક્ષા ચાલકો સહીત ના અમુક ધંધા પર હજુ ફટકો પડેલો જોવા મળી રહ્યો છે જેમાં હાલ એકાદ મહિના થી રાજપીપળા એસટી ડેપો માંથી અમુક બસો દોડતી થઈ છે પરંતુ નિયમ મુજબના મુસાફરો હોવાથી રીક્ષા સ્ટેન્ડ ઉપર ભાડા ની રાહ જોઈ ઉભા રહેતા રીક્ષા ચાલકો ને આખા દિવસ દરમિયાન એકાદ જ ભાડું મળતા પેટ્રોલ નો પણ ખર્ચ નીકળતો નથી જેથી હાલ ઘણા સમય થી તેમની આર્થિક હાલત ખુબજ ખરાબ છે. રાજપીપળા જેવા નાનકડા શહેર માં રીક્ષા ચલાવી પરિવાર નું ગુજરાન કરતા ગરીબ વ્યક્તિઓ ને હાલ ભારે તકલીફ માંથી પસાર થવું પડે છે અથવા વ્યાજે રૂપિયા લઈ પણ ગાડું ગબડાવવું પડતા તેમની આ ધંધો હવે ક્યારે ગતિ પકડશે અને ત્યાં સુધી પરિવાર નું ભરણ પોષણ કેમ થશે તે માટે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા હોય સાથે સરકાર દ્વારા કોઇ સહાય મળે તેવી આશા પણ તે રાખી રહ્યા છે.

(5:34 pm IST)