Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રજાના દિવસોમાં ગઠિયો રેવન્યુ સ્ટેમન સહીત પોસ્ટ ટિકિટના વેચાણના 1 હજાર ઉઠાવી છૂમંતર....

સુરત: શહેરના ઝાંપાબજાર વિસ્તારમાં આવેલી ઝાંપાબજાર સબ પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોરના શટરના નકુચા તોડી ચોર રવિવારની રજા દરમિયાન કબાટમાં મુકેલા રેવન્યુ સ્ટેમ્પ અને પોસ્ટ ટિકિટના વેચાણના રૂ.1000 ચોરી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં જનતા પ્લાસ્ટીકની સામે અલી અસગર બિલ્ડીંગના પહેલા માળે ઝાંપાબજાર સબ પોસ્ટ ઓફિસ આવેલી છે. શનિવારે સાંજે રેવન્યુ સ્ટેમ્પ અને પોસ્ટ ટિકિટના વેચાણના રૂ.1000 કબાટમાં મૂકી પોસ્ટ ઓફિસ બંધ કરી ગયેલા સબ પોસ્ટ માસ્તર જ્યોતિબેન ભટ્ટ અને સ્ટાફની અન્ય મહિલાઓ રવિવારની રજા બાદ આજે સવારે 10 વાગ્યે પોસ્ટ ઓફિસ ઉપર આવ્યા હતા. જ્યોતિબેને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલું પોસ્ટ ઓફિસનું શટર ખોલ્યું તો તેની બંને બાજુના નકુચા તૂટેલા હતા. શટર ઊંચું કરી તેઓ અંદર ગયા તો કબાટના દરવાજા ખુલ્લા હતા તેમજ સામાન વેરવિખેર હતો.

કબાટના ડ્રોઅર પણ ખુલ્લા હોય ચોરી થયાની જાણ થતા તરત જ મહિધરપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કબાટમાંથી રેવન્યુ સ્ટેમ્પ અને પોસ્ટ ટિકિટના વેચાણના રૂ.1000 ની ચોરી થઇ હતી. બનાવ અંગે જ્યોતિબેને મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(6:18 pm IST)