Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગાંધીનગર:અડાલજ નજીક પોલીસે 18 પશુઓને ટેમ્પામાં કતલખાને લઇ જતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર:નજીક અડાલજ મહેસાણા હાઈવે ઉપરથી મોટા પ્રમાણમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી થતી રહે છે. અવારનવાર જીવદયા પ્રેમીઓ દ્વારા આ સંદર્ભે ફરિયાદ કરીને પોલીસની મદદથી આવા પશુઓને બચાવી લેવામાં આવતાં હોય છે. ત્યારે અડાલજ પાસે આવેલી ડીવાઈન ચાઈલ્ડ સ્કુલની સામેથી જાગૃત નાગરિકની ફરીયાદના પગલે પોલીસે જીજે-૦૮-ડબલ્યુ-૨૨૧૫ અને એમએચ-૪૮-બીએમ-૫૫૪૧ નંબરના ટ્રક ઝડપી લીધી હતી. જેમાંથી ૧૮ ભેંસ અને ૧૦ પાડા મળી આવ્યા હતા. ટ્રકમાં બેઠેલા પાટણના રહેવાસી ફૈઝલ અયુબભાઈ સેરશીયા, રહમત મહંમદ સેરશીયા, જાવેદ હબીબભાઈ સુલીયા, ઈમ્તિયાઝ ગુલામ પરાસરા અને હીદાયત ઉલ્લા મહંમદ સેરશીયાની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સો સામે પશુ અત્યાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પશુઓ કયાંથી લવાયા હતા અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે તેમની પુછપરછ કરવામાં આવી હતી. જો કે પોલીસને આ મામલે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ટ્રકમાં આ પશુઓ માટે ઘાસચારા, પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને દોરડાથી અત્યંત ક્રુર રીતે પશુઓને બાંધી રાખવામાં આવ્યા હતા.

(6:19 pm IST)