Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સાબરકાંઠા જિલ્લા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી પાંચ ગુનાહના ભેદ ઉકેલ્યા

સાબરકાંઠા:જીલ્લા પોલીસ વડાની સુચનાથી પોશીના પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક ઈસમ બાઈક લઈને આવતો હતો જેની તપાસ કરતા તે ચોરીનું હોવાનું જણાતા પોલીસે કડક પુછપરછ કરતા બીજા ચાર બાઈક ચોર્યા હોવાનું કબુલાત કરતા રૂ. ૯૦,૦૦૦નો મુદ્દામાલ પકડી પાડયો હતો. સાબરકાંઠા જીલ્લા પોલીસ વડાની સુચનાથી સાબરકાંઠામાં બાઈક ચોરીનું પ્રમાણ વધતા પોલીસને સતત પેટ્રોલીંગ કરવાનું જણાવતા પોશીના પી.એસ.આઈ. આર.જે. ચૌહાણ હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર તેમજ અન્ય પોલીસ સ્ટાફ ગોયાનાકા રોડ ઉપર અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા તે દરમિયાન એક ઈસમ આવતા તેનું નામ પુછતા અશોકભાઈ સદરાભાઈ બુબડીયા ઉ.વ. ૨૪ રહે. માંડવા તાલુકો કોટડાછાવણી જણાવેલ મોટરસાયકલના કાગળીયા માંગતા ગલ્લાતલ્લા કરવા લાગેલ પોલીસે વધુ કડક હાથે પુછતા તે ચોરીનું હોવાનું જણાવેલ તેમજ વધુ કડક પુછપરછ કરતા તેને બનાસકાંઠા મહેસાણા આબુરોડમાંથી બીજા ચાર બાઈક ચોરી કરી હોવાનું તેમજ તેની સાસરી સાલેરા ગામે કૌશીયાફળામાં કાન્તીભાઈ રૂપાભાઈ ગમારના ઘર પાછળ મુકેલાનું જણાવતા મોટરસાયકલો મળી આવી હતી. પોલીસે રૂ ૯૦,૦૦૦ની મોટર સાયકલો તેમજ આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(6:21 pm IST)