Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મેજીક બસ સંસ્થા દ્વારા સર્વે કરીને જરૂરીયાતમંદ લોકો માટે ૯૦૦ કીટનું વિતરણ શરૂ કરાયુ

એક સંસ્થાએ પોતાનું નામ જાહેર કર્યા વગર મેજીક બસ સંસ્થાને જરૂરિયાત મંદ લોકો સુધી કીટ પહોંચાડવાનું કાર્ય સોંપ્યું : જુલાઇ માસમાં ૯૦૦ કીટ વિરમગામ તાલુકામાં વહેચી હતી

  (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકામાં જીલ્લા શિક્ષણાધિકારી એમ એન પટેલના માર્ગદર્શન સહયોગ અને વિરમગામના કે.ની મહિપતસિંહ ઝાલાની જહેમતથી મેજીક બસ સંસ્થાના કર્મચારીઓ દ્વારા સર્વે કરીને જરૂરીયાતમંદ લોકો સુધી ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, તેલ, મીઠુ, ખાંડ, હળદર, સાબુ સહિતની કીટ પહોચાડવામાં આવી હતી. એક સંસ્થાએ પોતાનું નામ જાહેર કર્યા વગર મેજીક બસ સંસ્થાને જરૂરિયાત મંદ લોકો સુધી કીટ પહોંચાડવાનું કાર્ય સોંપ્યું હતું. અગાઉ જુલાઇ માસમાં ૯૦૦ કીટ વિરમગામ તાલુકામાં વહેચી હતી અને બીજી વખત પણ ૯૦૦ કીટનું જુદા જુદા સ્થળે વિતરણ ચાલુ છે. આ કામમાં વિરમગામ તાલુકાના આચાર્ય, શિક્ષક મિત્રોનો સહકાર મળી રહ્યો છે તેમ કેળવણી નિરીક્ષક મહિપતસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ.

(7:00 pm IST)