Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વાસના ભૂખ્‍યા પતિઅે બાળકના જન્‍મના ચોથા દિવસે શારીરિક સંબંધની માંગ કરતા પતિ દહેજ માટે હેરાન કરતા સાસુ-સસરા સામે મહિલાની ફરીયાદ : પોલીસ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: વાસના લોલુપ પતિ અને દહેજ ભૂખ્યા સાસુ સસરાના ત્રાસથી કંટાળી મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી છે. સાસુ સસરા અવારનવાર દહેજની માંગણી કરતા તો પતિ શારીરિક સંબંધો બાંધવાની વાત કરતો હતો. પતિ એ હદે વાસના લોલુપ હતો કે, sબાળકના જન્મના ચોથા દિવસે શારીરિક સંબંધો બાંધવા માંગતો હતો.

કૃષ્ણનગરમાં રહેતી ચૈતાલીએ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2016માં ચૈતાલીના લગ્ન વિકાસ સાથે થયા હતા. લગ્ન બાદ અવારનવાર પતિ શારીરિક સંબંધો બાંધવાની વાત કરતો હતો. વિકાસ સતત વાસના ભૂખ્યો હોય તેવું વર્તન કરતો હતો. ચૈતાલી માસિક ધર્મમાં હોય ત્યારે પણ તે શારીરિક સંબંધો બાંધવાનો આગ્રહ રાખતો હતો.

ચૈતાલી ગર્ભવતી થયાના છ માસ બાદ પણ વિકાસે શારીરિક સુખ માણવાની વાત કરી હતી. ચૈતાલીએ ગર્ભમાં ઉછરતા બાળક માટે જોખમ હોવાનું કહી ના પાડતા પતિ ઉશ્કેરાયો અને પત્નીને મારમારી હતી. સિઝેરિયન ઓપરેશનથી બાળકના જન્મના ચોથા દિવસે વિકાસે શારીરિક સંબંધો બાંધવાની વાત કરી પત્નીએ ના પાડતા અપશબ્દો બોલી મારમારી હતી.

બીજી તરફ સાસુ સસરા સતત દહેજની માંગણી કરતા હતા. સસરા કહેતા અમારી મોટી વહુ અમારા માટે સોનાનો હાર લાવી છે. તું પણ તારા પિતાના ઘરેથી સોનાનો હાર લઈ આવ. દહેજ ભૂખ્યા સાસુ સસરા અને વાસના ભૂખ્યા પતિથી ચૈતાલી ત્રાસી ગઈ હતી.

પતિ ચૈતાલી પર અવાર નવાર શક રાખતો અને ઝઘડા કરતો હતો. આ બાબતે ચૈતાલીએ સાસુ સસરાને પતિને સમજાવવા વાત કરી હતી. જોકે તેઓએ કોઈ ધ્યાન આપ્યું ન હતું. બીજી તરફ સાસુ સસરા ચૈતાલીના બાળકને ઉત્તરપ્રદેશ લઈ ગયા હતા. જ્યારે પતિ ચૈતાલીને છોડી બીજે રહેવા જતો રહ્યો હતો.

(12:32 am IST)