Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ભાજપ કાર્યાલય ઉધના ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદી ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્ને રજૂઆત સાંભળી -- કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીની વિવિધ સમાજશ્રેષ્ઠીઓ, સંસ્થાઓ, શુભેચ્છકો અને સાધુ-સંતો સાથે શુભેચ્છા મુલાકાત: અડાજણાન ગંગેશ્વર મહાદેવ મંદિરે અભિષેખ કરી ભોલેનાથના આશિર્વાદ મેળવ્યા : શ્રીનાથ નિરંજનબાબા બદ્રીકાશ્રમ ટ્રસ્ટ બદ્રીનારાયણ મંદિર અને શાંડીલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયની વેબસાઈટનો લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણેશભાઇ મોદીના હસ્તે યોજાયો

સુરત : રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણશભાઇ મોદીની સુરત શહેર ખાતે ભવ્ય જનઆશિવાદ યાત્રા નિકળી હતી, જનઆશિર્વાદ યાત્રાને મળેલા પ્રચંડ સમર્થન બાદ પ્રથમવાર સુરત ખાતે પધારેલા  પૂર્ણેશભાઇ મોદીએ સવારે અડાજણના ગંગેશ્વર મંદિર ખાતે અભિષેક કરી મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે સાથે અયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ શ્રીનાથ નિરંજનબાબા બદ્રીકાશ્રમ ટ્રસ્ટ બદ્રીનારાયણ મંદિર અને શાંડીલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયની વેબસાઈટ લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે યોજાયો હતો.

. કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદી (માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ) સુરત પધાર્યા હતા.પૂર્ણશભાઈ મોદી સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી પંડિત દીનદયાળ ભવન, ભાજપ કાર્યાલય, ઉધના મેઇન રોડ, સુરત મુકામે લોકોને શુભેચ્છા મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ રજૂઆતકર્તાઓએ પોત પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

 સવારે ૧૦.૦૦ થી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી શુભેચ્છકો અને રજૂઆતકર્તાઓ માટે સમય ફાળવ્યો હતો જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, ક્રેડાઇ, સુરત ડાયમંડ એસોસિયેશન, રતકલાકાર સંઘ, વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ, વિવિધ સમાજશ્રેષ્ઠીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ભાજપ, સુરત મહાનગરના સંગઠનના હોદ્દેદારઓ, ધારાસભ્યઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી પૂર્ણેશભાઇ મોદીને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે સાધુ સંતો પણ ઉપસ્થિત રહી પૂર્ણશભાઇ મોદીને આશિર્વાદ પાઠ્યા હતા. સાથે સાથે વિવિધ રજૂઆતકર્તાઓએ પોત પોતાના પ્રશ્નોની પૂર્ણેશભાઈ મોદીને રજૂઆત કરી હતી પૂર્ણેશભાઇ મોદીએ તમામની રજૂઆત અને પ્રશ્નો સાંભળી યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે શુભેચ્છા લેનાર તમામ શુભેચ્છકોનો પૂર્ણેશભાઇ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો

(6:30 pm IST)