Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ફૂલવાડી ગામેથી પોલીસે જુગાર રમતા 3 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા,એક ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામમાં ચાલતા જુગારધામ ઉપર રાજપીપળા પોલીસે રેડ કરી જુગાર રમતા ત્રણ શખ્શોને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા

મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ દારૂ જુગાર બાબતે ચેકીંગ માં હતી એ વખતે મળેલી બાતમી મુજબ પોલીસે ફૂલવાડી ગામમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા(૧) નરેશભાઈ માનસીંગભાઈ તડવી, (૨) નરેન્દ્રભાઈ હિંમતભાઈ તડવી (૩) કિરીટભાઈ નારાયણભાઈ તડવી
(તમામ રહે-ફૂલવાડી )નાઓએ હારજીતનો જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના રોકડ રૂપિયા ૧૭૧૦ તથા દાવ ઉપરના રોકડ રૂ.૩૨૦  મળી કુલ કિમત.રૂ.૨૦૩૦ના જુગાર સાહિત્યના મુદ્દામાલ સાથે પોલીસ પંચોની રેડ દરમ્યાન પકડાઈ જઇ તથા મનોજભાઇ દાદુભાઈ તડવી( રહે- ફુલવાડી) નાઓ નાશી જઈ ગુનો કરતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:35 pm IST)