Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ડીસીએકસ સિસ્‍ટમ્‍સ લિમિટેડનો આઇપીઓ ૩૧મીએ ખુલશે, ૨ નવેમ્‍બરે બંધ

(કેતનખત્રી)અમદાવાદઃ ડીસીએકસ સિસ્‍ટમ્‍સ લિમિટેડ ૩૧ ઓકટોબરના રોજ એનો આઇપીઓ લાવશે જે ૨ નવેમ્‍બરના રોજ બંધ થશે. ૨ની ફેસ વેલ્‍યુ ધરાવતા ઇકિવટી શેરની આટલી સંખ્‍યાનો આઇપીઓ રૂ.૫૦૦ કરોડનું ઊભું કરવા માટે રજુ થશે, જેમાં રૂ.૪૦૦ કરોડના ફ્રેશ ઇશ્‍યુ તથા  એનસીબીજી હોલ્‍ડિંગ્‍સ ઇન્‍ક. દ્વારા રૂ.૫૦ કરોડ સુધીની તથા વીએનજી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ.૫૦ કરોડ સુધીના વેચાણની ઓફર સામેલ છે.
 ઓફરની પ્રાઇસ બેન્‍ડ ઇકિવટી શેરદીઠ રૂ.૧૯૭થી રૂ.૨૦૭ નકકી કરી છે. દરેક શેરની ફેસ વેલ્‍યુ રૂ.૨ છે. બિડ્‍સ લઘુતમ ૭૨ ઇકિવટી શેર અને પછી ૭૨ ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે. કંપનીને ફ્રેશ ઇશ્‍યૂમાંથી પ્રાપ્ત ચોખ્‍ખા ફંડમાંથી રૂ.૧૧૦ કરોડનો ઉપયોગ કંપનીના ચોકકસ ઋણની સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવણી/ આગોતરી ચુકવણી કરવા, રૂ.૧૬૦ કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ.૪૪.૮૮ કરોડનો ઉપયોગ એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનીયલ એડવાન્‍સ્‍ડ સિસ્‍ટમ્‍સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરીને એના મૂડીગત ખર્ચને પૂર્ણ કરશે તેમ યાદીમાં જણાવાયુ છે.

 

(4:02 pm IST)