Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સ્‍મોર્ટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટનો દિપોત્‍સવની વિશેષાંક અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં

(કેતન ખત્રી) અમદાવાદઃ સ્‍માર્ટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટનો વિશેષાંક ગુજરાતી-અંગ્રેજી આવૃતિ પ્રસિધ્‍ધ થઇ ચૂકયો છે.
 જેમાં દેશના અગ્રણ્‍ય નામાંકિત એનાલિસ્‍ટસ, ચાર્ટીસ્‍ટ્‍સ, ફંડ મેનેજર્સ, જયોતિષિઓ, શેર બ્રોકર્સની નજરે વિક્રમ સંવત ૨૦૭૯નું વર્ષ કેવું નિવડશે તે અંગેના વિસ્‍તૃત મંતવ્‍યો રજુ કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત ઇકિવટી માર્કેટ, પ્રાયમરી માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડસ, પર્સનલ ફાયનાન્‍સ, બોનસ શેર્સ, શેર બાયબેક, રાઇટસ શેર્સ, સ્‍ટોક સ્‍પિલ્‍ટ, રોકાણકારોને માર્ગદર્શન આપતા અનેક લેખોથી સભર આખું વર્ષ સાચવી રાખવા જેવો અંક હોવાનું યાદીમાં જણાવાયુ છે.

 

(4:05 pm IST)