Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઉમરેઠ તાલુકાના બડાપુરા વિસ્તારની 22 વર્ષીય યુવતી ગૂમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

આણંદ : આણંદ શહેરની ૨૧ વર્ષીય યુવતી તથા ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે ૨૨ વર્ષીય યુવતી ગુમ થઈ હોવાના બે અલગ-અલગ બનાવો આણંદ શહેર પોલીસ મથકે નોંધાયા છે. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીઓની સઘન શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગણેશ દુગ્ધાલય પાછળ મંગળપુરા રોડ ઉપર આવેલ પૂજા સોસાયટીમાં રહેતા કનુભાઈ બલુભાઈ ચાવડાની ૨૧ વર્ષીય પુત્રી કાજલબેન ગત તા.૧૫મી ઓક્ટોબર-૨૦૨૨ના રાત્રિના દશ વાગ્યાથી તા.૧૬ ઓક્ટોબર-૨૦૨૨ના સવારના ૪-૪૫ કલાકના વચ્ચેના કોઈપણ સમયગાળા દરમ્યાન ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપતા થઈ હતી. તેણીની શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે કનુભાઈ બલુભાઈ ચાવડાએ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે લીમડા ફળીયુમાં રહેતી આરઝુબાનુ અરીફમીયા મલેક (ઉં.વ.૨૨) ગત તા.૨૨મીના રોજ ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપતા થઈ હતી. તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરતા કરાવતા મળી આવી ન હતી. આ બનાવ અંગે મુમતાઝબીબી મલેકે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)