Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

રાજપીપળા ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ

વિવિધ બજારોમાં ફટાકડા,કપડાં, રંગો અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. મુખ્ય માર્ગ સહિત દોલત બજાર, સ્ટેશન રોડ, શાક માર્કેટ રોડ, લીમડા ચોક, દરબાર રોડ, સંતોષ ચોકડી રોડ અને અન્ય માર્ગો પર લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કપડા, દીવાઓ, સુશોભન ની વસ્તુઓ,ફટાકડા ખરીદવા ઉમટી પડ્યા હતા. અને વિવિધ દુકાનોમાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદતા હતા. ફટાકડા બજારમાં પણ ફટાકડા ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા તહેવાર નાં કારણે લોકોની અને વાહનોની સંખ્યા વધતા રાજપીપળા સફેદ ટાવર પાસે ચાર રસ્તા પાસે ટ્રાફિક સમસ્યા પણ સજાઇ હતી,જ્યાં જુઓ ત્યાં વાહનો અને લોકોનો ખડકલો જેવા મળતો હતો. રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે પણ લોકો માતાજીના દર્શન કરવા સવારથી ઉમટી પડ્યા હતા. દિવાળીના તહેવારને કારણે લોકોમાં અનેરો આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા જોવા મળતી હતી. સમગ્ર નર્મદા જિલ્લામાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

 

(10:19 pm IST)